Gadhada Pratham 39

[raw]

ગઢડા પ્રથમ : ૩૯

સંવત 1876ના મહા સુદ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા, ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 39 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં સવિકલ્પ સમાધિવાળા જીવનમુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદા જુદા દેખે છે, માટે સર્વેને સત્ય કહે છે. અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહ મુક્ત તે જીવ, માયા, ઈશ્વર તેમને બ્રહ્મરૂપે દેખે છે, અર્થાત્ જીવ, માયા, ઈશ્વર તેમને દેખતા જ નથી; એક બ્રહ્મને જ એટલે અમને જ દેખે છે, જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખાતાં નથી; એક પૃથ્વી જ દેખાય છે, તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે, અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply