Gadhada Pratham 65

[raw]

ગઢડા પ્રથમ : ૬૫

સંવત 1876ના ફાગણ વદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન-ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

પછી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 65 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિ ને લય કહ્યો છે પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. (1) બીજામાં પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમ્ણા નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળપુરુષના તેજને દેખે છે. (2) ત્રીજામાં સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે અને મને કરીને ચિંતવન કરતાં કરતાં સ્વપ્નને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સુષુપ્તિને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. (3) ચોથામાં જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઇચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી; અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે એમ કહ્યું છે. (4) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]Leave a Reply