Loya 14



લોયા : ૧૪

સંવત 1877ના માગશર વદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 14 || (122)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ત્યાગ ગમે છે પણ વૈભવ ભોગવવા ગમતા નથી. (1) અને અમારા ઘણા અવતાર થયા છે તેમાં દત્ત-કપિલથી ઋષભદેવ અધિક છે અને તેથી શ્રીકૃષ્ણ કોટીગણા અધિક છે અને આ અવતાર એટલે અમે બહુ સમર્થ છીએ ને અમારે વિષે અવતાર અવતારી ભેદ નથી; સર્વેના ઉપરી છીએ, અને સર્વેથી પર પરિમાણે રહિત ને અનંત એવો તેજનો સમૂહ છે તેના મધ્ય ભાગને વિષે દિવ્ય સિંહાસન ઉપર અમે દિવ્યમૂર્તિ વિરાજમાન છીએ અને ચારે કોરે અનંતકોટી મુક્ત અમારાં દર્શન કરે છે તે મુક્તે સહિત અમારાં દર્શન થાય ત્યારે જ સુખ માનવું ને અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું. એવી રીતે અમારી ઉપાસના ને ભક્તિ કરવી. (2) અને કામાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્ર જે સત્સંગીજીવન તેમાં કહ્યા તે પ્રમાણે ધર્મ પાળતો હોય ને અમારી ભક્તિએ યુક્ત હોય તેનો સંગ રાખવો ને એવો ન હોય તેની ઉપેક્ષા રાખવી, (3) અને કામી કરતાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય તેના ઉપર અમારે બહુ અભાવ રહે છે. (4) અને શંકર સ્વામી અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે મૂળપુરુષનું તેજ છે, ને તેથી પર વાસુદેવબ્રહ્મનું તેજ છે, ને તેથી પર મૂળઅક્ષરનું તેજ છે, ને તેથી પર ને સર્વેનું આધાર, સર્વેનું કારણ ને અદ્વૈત એવું જે અમારા તેજરૂપ બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માનવું. ને ક્ષર--અક્ષરથી પર પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમારી સાકારપણે ઉપાસના ને ભક્તિ કરવી, ને અમારા વિના બીજેથી વૈરાગ્ય ને આત્મનિષ્ઠા રાખવી એમ કહ્યું છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply