Vartal 1અથ વચનામૃત વરતાલ પ્રકરણમ્

વરતાલ : ૧

સંવત 1882ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, અને ગૂઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો, ને માથા ઉપર કસુંબલ રેટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો, ને ખભે કસુંબલ રેટો જરકસી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા, એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (201)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે ભક્તને અમારા આ પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિષે દિવ્યભાવનો દૃઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તો પણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. અને એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત છે. (1) અને ધામને વિષે અમારું સ્વરૂપ કેવું હશે? અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે? એવા વિકલ્પ રહે તેને સમાધિ હોય તો ય સવિકલ્પ છે. (2) બીજામાં અમારી આ પ્રત્યક્ષ મૂર્તિને વિષેથી મનુષ્યભાવના વિકલ્પને જીતે, અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવના વિકલ્પને જીતે તો તેનું આ જન્મે જ કલ્યાણ થાય. (3) અને વિકલ્પ ન જીતે તે યોગભ્રષ્ટ થાય, ને તેનું જન્માંતરે કલ્યાણ થાય છે. (4) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply