Jetalpur 4જેતલપુર : ૪

સંવત 1882ના ચૈત્ર સુદિ 4 ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલને વિષે દક્ષિણાદા ગોખને વિષે ગાદી ઉપર તકિયાનું ઊઠીંગણ દઈને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર પુષ્પનો ખુંપ તેણે યુક્ત શ્વેત પાઘ શોભતી હતી, ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી, ને કેસરે સહિત જે ચંદન તેણે કરીને સર્વ અંગ ચરચ્યાં હતાં, ને શ્વેત હીરકોરી ખેસ પહેર્યો હતો, ને કંઠને વિષે ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે સભા પ્રત્યે એમ બોલ્યા જે,

તે સમે આશજીભાઈએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (233)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) બે છે. પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પ્રત્યક્ષ ભગવાન અમે તે અમારું દર્શન ને અમારી અખંડ સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, ને અમારી અખંડ સ્મૃતિ એ જ ભક્તિ છે. (1) અને વર્તમાનમાં કસરવાળો અમારી અખંડ સ્મૃતિ રાખે તો પણ તેનાથી કોઈનું કલ્યાણ થાય નહિ, ને તે એકાંતિક ન થાય, ને અમારા ધામને ન પામે ને એનાથી સત્સંગમાં ન બેસાય. (2) અને અમારી અખંડ સ્મૃતિએ યુક્ત ને યથાર્થ ધર્મ-નિયમવાળા તમ જેવા સંતનાં દર્શન, સ્પર્શ, સેવા ઇત્યાદિક કરે તેનાં સર્વે પાપનો ક્ષય થાય છે, ને તમે જેને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ને તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી છે, કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિ જે અમે તે તમારી સભામાં નિત્ય વિરાજીએ છીએ ને અમારો તમારે આશરો છે. (3) અને તમારું ઐશ્વર્ય અમારું યથાર્થ સુખ આપવા સારુ અમે રોકી રાખ્યું છે. (4) બીજામાં દ્રોહબુદ્ધિએ ભજે તે અસુર છે, ને ભક્તિએ ભજે તે મુક્ત થાય છે. (5) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply