Vartal 4



વરતાલ : ૪

સંવત 1882ના માગશર સુદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા, ને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો.

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (204)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે બત્રીશ લક્ષણેયુક્ત એવા જે અમારા સંત તેમનો મન-કર્મ-વચને સંગ રાખે તો તેના સંગમાં સર્વે સાધન આવી જાય. (1) બીજામાં વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિષે અમારી મૂર્તિનું ચિંતવન કરવું, ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે અમારી મૂર્તિને ધારીને ચિંતવન કરવું, અને મૂર્તિની અડખે-પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે-પડખે પદાર્થ દેખાય તો ભૃકુટીના મધ્યે ધારવી, અને આળસ-નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂકડી લાવવી ને અડખે-પડખે ધારવી, પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભૃકુટીમાં લાવીને હૃદયમાં ઉતારવી, અને બે વૃત્તિઓ હોય તે એક કરવી એમ કરતાં આળસ-નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી એવી રીતે જ્ઞાન ઇંદ્રિયો દ્વારે અમારી મૂર્તિ ધારવી પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યાવહારિક વિક્ષેપ આવે તો મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ, એ યોગકળાએ કરીને અમારી મૂર્તિ ધારવાનો ઉપાય છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply