Gadhada Chhellu 39



ગઢડા છેલ્લું : ૩૯

સંવત 1886ના અષાડ વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 39 || (273)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેહમાં અહંબુદ્ધિને પદાર્થમાં મમત્વબુદ્ધિ એ જ માયા છે, તે માયાને ટાળીને અમારે વિષે પ્રીતિ કરવી, અને માયા થકી રક્ષા કરજો ને તમારા સાધુનો યોગ થજો, ને તે સાધુને વિષે હેત ને મમત્વ થજો, એમ અમારી પાસે માગવું. (1) અને સાધુ સાથે કોઈક નિમિત્તે બોલાચાલી થાય તો પોતાને આત્મા જાણતા હોઈએ તો સાધુનો અવગુણ ન આવે, માટે પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો તે આત્મા તેજસ્વી છે, જાણપણે યુક્ત છે ને અજર-અમર છે. (2) અને અમે અનંત બ્રહ્માંડના રાજા છીએ, ને અતિશે સુખમય છીએ ને સર્વેને સુખના દાતા છીએ ને સર્વેના કર્તા છીએ ને અતિશે સમર્થ છીએ, આવું અમારું માહાત્મ્ય જાણે તો અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય ને અમારે વિષે પ્રીતિ થાય ને આત્મા-પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડી દે તો આ જ્ઞાન સિદ્ધ થાય, ને ઇંદ્રિયોની વૃત્તિ વિષયમાંથી નીકળીને અમારે વિષે વળગે ને તેને જ સત્સંગી કહીએ. (3) અને આ વાત દૈવી જીવને રગરગમાં પ્રવર્તી જાય, ને આસુરી જીવને બહાર નીકળી જાય. (4) અને અમે એક જ ભગવાન છીએ પણ અમારા જેવો કોઈ થતો નથી, આ વાત સમજાય તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી, ને આવી દૃઢતાવાળાનો સંગ રાખવો. (5) ને આત્મા તથા અમારા માહાત્મ્ય સામી દૃષ્ટિ રાખે તો કોઈ ઠેકાણે બંધાય નહિ. (6) બાબતો છે.

||-------x------- ||



Leave a Reply