Gadhada Chhellu 13



ગઢડા છેલ્લું : ૧૩

સંવત 1884ના અષાડ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો હવે ભગવદ્વાર્તા કરીએ. એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 13 || (247)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી મોટપ જાણે તથા વૈરાગ્ય હોય તથા અમારું ધ્યાન કરવાની રુચિ હોય તથા અમારે વિષે ને અમારા ભક્તને વિષે અતિશે પ્રીતિએ કરીને જીવ જોડ્યો હોય એને કાળ-કર્માદિક પરાભવ કરી શકતા નથી. (1) અને અમારી ઇચ્છા એ જ અમારા ભક્તને પ્રારબ્ધ માનવું. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply