સંવત 1883ના ભાદરવા વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કિયું અતિશે મોટું વિઘ્ન છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે, જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ, અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશે મોટું વિઘ્ન છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 8 || (242)
રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ને સ્વધર્મ એ બે સાધને કરીને સર્વે ઇંદ્રિયોને જીતીને વશ કર્યાં હોય, ને અમારે ને અમારા ભક્તને વિષે પ્રીતિ ને મિત્રભાવ હોય, ને અમારા ને અમારા ભક્તના સંગે જ રાજી રહે, ને વિમુખની સોબત ગમે જ નહિ, તે આ લોક-પરલોકને વિષે સદાય સુખિયો રહે છે, ને ઇંદ્રિયો વશ ન કર્યાં હોય તે દુઃખિયો રહે છે. (1) બીજામાં જે પોતાના દોષને દેખે નહિ, ને અમે ને અમારા ભક્તથી મન નોખું પડી જાય એટલે અમારે વિષે ને અમારા ભક્તને વિષે હેત ન રહે, ને બેપરવાઈ એટલે અમારા ભક્તને મોક્ષના દાતા જાણીને તેની ગરજ ન રાખે, તેને અમારી ભક્તિમાં મોટું વિઘ્ન છે. (2) બાબતો છે.