Gadhada Chhellu 12ગઢડા છેલ્લું : ૧૨

સંવત 1884ના અષાડ વદિ 8 અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે,

ઇતિ વચનામૃતમ્ || 12 || (246)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે કલ્યાણ ઇચ્છવું હોય તેને માન રાખવું નહિ, ને દાસ થઈને રહેવું ને અમારો કે અમારા ભક્તનો અવગુણ લેનારો ને તેની વાત સાંભળનારો બેય વિમુખ થાય છે, ને એ પાપથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી, ને એના જીવનો પણ નાશ થઈ જાય છે. (1) અને સંબંધી હરિભક્ત હોય તો પણ તેના સાથે હેત કરનારનું કલ્યાણ થાય નહિ, ને અમારે વિષે જ પ્રીતિ રાખીને અમારું ભજન કરે તેને કલ્યાણમાં વિઘ્ન થાય જ નહિ. (2) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply