Gadhada Pratham 27ગઢડા પ્રથમ : ૨૭

સંવત 1876ના પોષ સુદિ 12 દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ દિવસ ઊગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 27 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમને સર્વે કર્તા-હર્તા જાણે, અને માન-અપમાન તથા સર્વ પદાર્થને વિષે સમભાવ થાય, તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પછી તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે, ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. (1) અને ગરીબને બીવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બીવરાવે તે માયાના જીવ છે, ને યમપુરીના અધિકારી છે. (2) અને રૂપવાન સ્ત્રી, સારી મેડી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply