Gadhada Pratham 56



ગઢડા પ્રથમ : ૫૬

સંવત 1876ના મહા વદિ 12 દ્વાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન કસુંબલ રેટો ઓઢ્યો હતો, ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને નારાયણ ધૂન કરીને મુનિ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો ને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો હું પ્રશ્ન પૂછું છું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 56 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે ત્રણ પ્રકારના ભક્તથી જ્ઞાનીને અધિક કહ્યો છે. (1) અને જ્ઞાન, ભક્તિ આદિક ગુણનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા અને એ ગુણનું માન રાખે નહિ તેના હૃદયમાં અમે નિવાસ કરીને રહીએ છીએ. (2) બીજામાં ભક્તનું માહાત્મ્ય જાણીને સેવા કરે ને વિચારનું બળ રાખે તો એ રૂડા ગુણનું માન ટળી જાય છે. (3) ત્રીજામાં અમે સર્વે ધામોના પતિ છીએ ને ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, પણ અમે ધામને વિષે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત છીએ ને આંહી તો દીવો કરે ત્યારે અમારું દર્શન થાય છે, પણ એ સર્વેને પ્રકાશના દાતા છીએ અને મહાપ્રલય થાય છે ત્યારે પણ અમે એક જ ભગવાન રહીએ છીએ. અને પ્રકૃતિપુરુષ દ્વારાએ અનંતકોટી બ્રહ્માંડને અમે જ ઉપજાવીએ છીએ અને ગમે તેવો પાપી જીવ હોય તે અંતસમે અમારું સ્વામિનારાયણ એવું નામ-ઉચ્ચારણ કરે તો અમારા ધામને વિષે નિવાસ કરે એવો અમારો પ્રતાપ છે, એવો અમારો મહિમા જાણે તો શુદ્ધ આત્મારૂપ એટલે અમારા તેજરૂપ થઈને પરમપદ એટલે અમારા સાર્ધમ્યપણાને પામે છે એમ કહ્યું છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply