Vartal 12

[raw]

વરતાલ : ૧૨

સંવત 1882ના પોષ વદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી-તકિયે યુક્ત ઢોલિયો હતો તે ઉપર વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને માંહીલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને કંઠને વિષે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સમે શ્રીજીમહારાજ અંર્તદૃષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા.

પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 12 || (212)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અતિશે પ્રકાશમાન એવું જે અમારા તેજરૂપ અક્ષરધામ તેને વિષે અમે સદા દિવ્ય સાકાર મૂર્તિ વિરાજમાન છીએ, અને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ, તે અમારા સંતના સમાગમે કરીને અમારો મહિમાએ સહિત નિશ્ચય થાય, તે જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો એટલે સર્વ અંગે સંપન્ન થાય છે ને નિર્ભય થાય છે. (1) અને તેને પણ જો અમારા ચરિત્રમાં અભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્ર જેવો એટલે એના ધર્મ-જ્ઞાનાદિક ગુણ નાશ પામીને નિસ્તેજ થઈ જાય છે. (2) અને જેને અમારો નિશ્ચય યથાર્થ ન હોય તેને પોતાના કલ્યાણનો ભરુંસો આવતો નથી. (3) અને જેને અમારો યથાર્થ મહિમાએ સહિત નિશ્ચય હોય તેને છતી દેહે કલ્યાણ મનાઈ જાય છે, અને પોતાનું દર્શન કરનારનું ને વાત સાંભળનારનું પણ કલ્યાણ થઈ ગયું એમ માને છે. (4) અને અમારા સંબંધને પામે તે વૃક્ષ પણ પરમપદ જે અક્ષરધામ તેનું અધિકારી છે એવો મહિમાએ સહિત અમારો નિશ્ચય જેને ન હોય તેના મુખ થકી કથા સાંભળનારાનું કલ્યાણ ન થાય, ને મૂળગું ભૂંડું થાય છે. (5) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply