Panchala 2



પંચાળા : ૨

સંવત 1877ના ફાગણ સુદિ 7 સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ, એ વચનને સાંભળીને પુસ્તક મગાવ્યું પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (128)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે યોગવાળા જીવ-ઈશ્વરને સમ કહે છે ને અક્ષરધામને વિષે રહ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તથા પ્રકૃતિપુરુષાદિક તથા મચ્છ-કચ્છાદિક અવતાર તે સર્વેને ધ્યાન કરવા યોગ્ય કહે છે ને એમાં અંશ:અંશીભાવ કલ્પે છે એ દોષ છે; અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રયે કરીને મોક્ષ થાય એમ કહે છે, તેમણે જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિપુરુષથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવાદિક સર્વેને ભગવાનના ભક્ત સમજવા ને અંશઅંશીભાવ ટાળવો અને આત્યંતિક પ્રલયને વિષે અક્ષરધામમાં પુરૂષોત્તમ ભગવાન રહે છે તે પૃથ્વીને વિષે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. અને સાંખ્યવાળા પરમાત્માને પામનારા જીવ-ઈશ્વરને તત્વથી ભિન્ન કહેતા નથી ને જીવને જ ધ્યાન કરવા યોગ્ય માને છે, તે દોષ છે, તેમણે તત્વથી જીવ-ઈશ્વરને ભિન્ન સમજવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. આ યોગ તથા સાંખ્યવાળાએ જેને અક્ષરધામ શબ્દથી કહ્યું છે તેને મૂળપુરુષનું તેજ જાણવું અને જેને પુરૂષોત્તમ શબ્દથી વર્ણન કર્યા છે તેને મૂળપુરુષ જાણવા અને નિર્ગુણ વાસુદેવ પણ એના તેજને જ કહે છે અને પ્રધાનપુરુષને પ્રકૃતિપુરુષ શબ્દથી કહ્યા છે. તે યોગવાળા જેમ પ્રત્યક્ષને આશ્રયે કરીને મોક્ષ કહે છે તેમ અમારા ભક્તોએ પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વેથી પર જાણવા ને એ સર્વેને અમારા ભક્ત જાણવા અને અમે અનિરુદ્ધ જે મૂળઅક્ષર અને પ્રદ્યુમ્ન જે વાસુદેવબ્રહ્મ અને સંકર્ષણ જે મહાકાળ તેમને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે દ્વારે પ્રવેશ કરીને તે તે રૂપે થઈએ છીએ તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરીએ છીએ તે સર્વેને સત્ય જાણવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા માનવું અને એ સર્વેથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારા તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને યોગ માર્ગે કરીને અમારી ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ અમારા વિના બીજા કોઈનું કરવું નહિ. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply