Jetalpur 5

[raw]

જેતલપુર : ૫

સંવત 1882ના ચૈત્ર સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદિ કોરે જગ્યાની માંહી ચોકને વિષે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્તક ઉપર ઝીણપોતી શ્વેત પાઘ ધરી રહ્યા હતા, ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી, ને શ્વેત ધોતિયું પહેર્યું હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પહોર વીતી હતી.

પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 5 || (234)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વ સાધન કરવાથી અમને ભજવા એ મોટી વાત છે. ને અમારું જ કર્યું સર્વે થાય છે ને અમારે પ્રતાપે કરીને આ સભાનું કર્યું પણ થાય છે અને અમને ભજ્યામાં કસર રહે તેટલી બરકત થતી નથી અને અમે તો અમારા સત્સંગીને સર્વ પીડાથી રહિત કરીએ છીએ અને આંહીં બેઠા થકા સર્વેને જાણીએ છીએ અને અમે ભગવાન છીએ અને મહાપાપી જીવ અમારે આશરે આવીને ધર્મ-નિયમમાં રહે તેને અમારું અક્ષરધામ પમાડીએ છીએ. અને અમે પાખંડી મતનું ખંડન કરવા, ને અધર્મના વંશનો નાશ કરવા ને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્માદિક અંગે સહિત ભક્તિને પૃથ્વીને વિષે વિસ્તારવા, ધર્મભક્તિથકી પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજીએ છીએ અને અમને મેલીને બીજા દેવને ભજે તે જારને ભજે તેમ છે. અને અમે આ અમારા સંત સહિત જીવોના કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા છીએ તે અમારા વચનમાં રહેશો તો અમારા ધામમાં તેડી જાશું અને તમે પણ તમારું કલ્યાણ થયું છે એમ જાણજો. અને અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો ઊગર્યાનો આરો નહિ હોય એવા કષ્ટમાં પણ રક્ષા કરશું, ને સત્સંગ નહિ રાખો ને નિયમ નહિ પાળો તો અમારે તમારે લેવા-દેવા નથી. (1) અને આ જેતલપુર ગામ તથા સરોવર તથા સીમ જેવું રમણ સ્થળ કર્યું છે તેવું કોઈ કર્યું નથી. (2) અને આ દેવો નિત્યે અમારાં ને આ સભાનાં દર્શન કરવા આવે છે, એવી રીતે સભાની પ્રશંસા કરી છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply