Gadhada Chhellu 31



ગઢડા છેલ્લું : ૩૧

સંવત 1885ના મહા સુદિ 4 ચોથને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા તે "હરિ મેરે હારલકી લકરી" એ કીર્તન ગાઈ રહ્યા. ત્યારે મહારાજે કહ્યું જે "યમુનાકે તીર ઠાડો" એ કીર્તન ગાઓ પછી એ કીર્તન ગાવા લાગ્યા.

ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા

ઇતિ વચનામૃતમ્ || 31 || (265)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે બ્રહ્મરૂપ તેજોમય એવું અમારા તેજરૂપ અક્ષરધામ છે. તેમાં અમારી આકૃતિ રહી છે એટલે અમે મૂર્તિમાન રહ્યા છીએ અને એ આકૃતિમાંથી અવતાર ધારણ કરીએ છીએ એટલે ત્યાં રહ્યા થકા જ સર્વ બ્રહ્માંડમાં દેખાઈએ છીએ. અને ક્ષર-અક્ષરથી પર ને સર્વનું કારણ જે અમારું તેજ તેના પણ કારણ છીએ અને અમારા ધામને વિષે અનંતકોટી મુક્તોએ સેવ્યા એવા અમે તે દયા કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે પ્રગટ પ્રમાણ તમારી સર્વની દૃષ્ટિગોચર સાક્ષાત્પણે વર્તીએ છીએ. અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિ ને ધામમાં મૂર્તિ છે તે એક જ છે પણ જુદી નથી અને અમારું ધ્યાન નેત્રને આગળ બહાર કરે તેને ધામમાં જે મૂર્તિ છે તે અને આ અમારી મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ જણાય. અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને નેત્રમાં જુએ તો નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. અને કંઠથી હેઠે સુધી માંહેલી કોરે જુએ તો બહુ જ મોટી દેખે અને બુદ્ધિમાં તથા બુદ્ધિએ યુક્ત એવો જીવ તેમાં જુએ તો અંગુષ્ટ માત્ર દેખે અને અમારા તેજરૂપ ધામ તે ધામરૂપ થઈને જુએ તો પ્રથમના જેવી દેખે અને અમે અક્ષરધામમાં જેવા ગુણથી પર છીએ તેવા જ મનુષ્યરૂપે દેખાઈએ છીએ તો પણ એવા જ ગુણથી પર છીએ, પણ મનુષ્યરૂપ મૂર્તિમાં ને ધામમાં મૂર્તિ છે તેમાં કિંચિત્ પણ ફેર નથી. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply