Gadhada Pratham 72



ગઢડા પ્રથમ : ૭૨

સંવત 1876ના ચૈત્ર વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું જે,

પછી વળી કાકેભાઈએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 72 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય, અને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ-કર્મ ભૂંડું કરી શકતાં નથી અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. (1) અને ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. (2) બીજામાં અમારાં મનુષ્ય ચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે. (3) અને અમે ક્ષર-અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ. અને અમારા એક એક રોમના છિદ્રમાં અનંત કોટી મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત્ રહ્યાં છે એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવાં ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. (4) ત્રીજામાં જેને અમારો માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે. અને જેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. (5) ચોથામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (6) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply