Ashlali



અથ અશ્લાલી વચનામૃતમ્

અશ્લાલી : ૧

સંવત 1882ના ચૈત્ર સુદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતે ગાજતે ચાલ્યા તે સાંઝે ગામ શ્રી અશ્લાલીએ પધાર્યા ને ઉત્તરાદિ કોરે ગામથી બહાર આંબાવાડિયામાં ઊતર્યા, ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વે સાધુ પ્રત્યે બોલ્યા જે,

ત્યારે સર્વે મુનિ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (229)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં (1) પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને ભજતાં સમજણમાં ફેર રહે છે. તેને ખોટ બહુ આવે છે, અને શ્રી પુરૂષોત્તમ ભગવાન એવા અમે તે અમારું સુખ યથાર્થ આવતું નથી અને અમારા એકાંતિક ભક્ત થવાતું નથી એવી આ જગતના સ્રષ્ટાની સમજણમાં ભૂલ છે તથા તે અમારા ધામને પામતા નથી. (1) બીજામાં એ સ્રષ્ટા ઉત્પત્યાદિક પોતાની ક્રિયા તેનું બળ સમજે છે પણ અમારા આશરાનું બળ નથી સમજતા, અને અક્ષરધામરૂપ થઈને અમારા દાસપણાને નથી પામતા, અને રામકૃષ્ણાદિક અમારા અવતારોને અંશ જાણે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાનો પૂર્વે સંકલ્પ હતો તેથી અમે તેમને તે ક્રિયામાં જોડી દીધા છે, તે એવી સમજણનો ત્યાગ કરશે ત્યારે અમારા સમીપપણાને પામશે. માટે અમારા વિના બીજું કાંઈ જાણવાને ઇચ્છવું નહિ. (2) અને અમને ભજીને ઐશ્વર્યને ઇચ્છે તે કનિષ્ઠ છે, અને કેવળ આત્મારૂપ થઈને અમને ભજે તે મધ્યમ છે, અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ અમે તે અમારી સેવાને ઇચ્છે તે ઉત્તમ છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply