Amdavad 1



અથ વચનામૃત અમદાવાદ પ્રકરણમ્

અમદાવાદ : ૧

સંવત 1882ના મહા વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, તે સમામાં શ્રીજીમહારાજ અંતર સામી દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.

પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સામું જોયું, પછી એમ બોલ્યા જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (221)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં યોગમાર્ગના ધ્યાનની પ્રશંસા કરીને તેની રીત બતાવી છે જે સૂર્ય-ચંદ્રને નેત્રદ્વારે કરીને હૃદયમાં જોવા ને પોતાના આત્માને જોવો ને તે આત્મામાં અમારું ધ્યાન કરવું તેણે કરીને સૂક્ષ્મ દેહ જુદું દેખાય ને બ્રહ્માંડની રચના દેખાય ને નાસ્તિક ભાવ ટળી જાય ને સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ અમારો ભક્ત તે સિદ્ધિઓને ગ્રહણ ન કરે ને કેવળ અમારું જ ધ્યાન કરે, તો જેમ સૂર્યને ધ્યાને કરીને સૂર્યના સરખી દૃષ્ટિ થાય છે તેમ અમારે ધ્યાને કરીને અમારા સિદ્ધ મુક્ત સરખી સિદ્ધદશાને પામે છે, એટલે જેમ અમે અનંતકોટી બ્રહ્માંડમાં વ્યાપવા સમર્થ છીએ તેમ તે પણ અમારા જેવો જ સમર્થ થાય છે. (1) બીજામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વિના પણ અમારા એકાંતિક ભક્ત અમારું ધ્યાન કરે તો તત્કાળ તે ધ્યાન સિદ્ધ થાય છે. (2) બાબતો છે.

|| -------x------- ||



    

Leave a Reply