Gadhada Pratham 21

[raw]

ગઢડા પ્રથમ : ૨૧

સંવત 1876ના પોષ સુદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજતા હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળી પાઘ માથે બાંધી હતી, ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા, ને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ: એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે,

Leave a Reply