Gadhada Madhya 48

[raw]

ગઢડા મધ્ય : ૪૮

સંવત 1880ના મહા વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને તુળસીની નવી શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે ‘વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા.

પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 48 || (181)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને અંતઃકરણમાં અમારું ચિંતવન રહે, તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહિ, અને દેહમાં રહ્યો થકો પણ મુક્ત થઈ રહ્યો છે, ને તેને કાંઈ પણ બાકી રહ્યું નથી. (1) અને જેને બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી. (2) અને જેને અમારું ચિંતવન થઈ ન શકે તેને ધર્મ-જ્ઞાનાદિક સાધને યુક્ત એવા અમારા સાધુના સંગમાં એટલે મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું એમ સંતમાં પડી રહેવું, તેણે કરીને એ સંતના જેવા ગુણ આવે ને મોક્ષ થાય. (3) અને અમારે ફેર જન્મ ધરવાનું નિમિત્ત નથી તો પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવા ઇચ્છીએ છીએ. (4) અને જેને અમારું ચિંતવન થાય તેનાં માબાપ પણ કૃતાર્થ છે. (5) અને જે અમારા વિના બીજું ચિંતવન કરે છે તે તો અતિશે ભૂલ્યો છે. (6) અને અમારા બ્રહ્મવેત્તા સાધુનો સંગ ને અમારું સાક્ષાત્ દર્શન તે તો મહા દુર્લભ છે, માટે અમારા વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એ અમારો એકાંતિક ભક્ત છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply