Gadhada Chhellu 5



ગઢડા છેલ્લું : ૫

સંવત 1883ના ભાદરવા સુદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શુકમુનિએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃત || 5 || (239)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તેમાં કોઈ વિઘ્ન આવે નહિ ને પ્રાકૃત બુદ્ધિએ કરીને ભક્તિ કરે તેમાં વિઘ્ન આવે છે. (1) બીજામાં અમારા મોટા સંતની સેવા ને પ્રસંગથી એવી ભક્તિ આવે છે. (2) ત્રીજામાં અમારો નિશ્ચય પરિપૂર્ણ હોય ને કામાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશે ત્યાગી ને વૈરાગ્યવાન ને આત્મનિષ્ઠ હોય પણ જો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન જે અમે તે અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. (3) અને કામાદિકનો વિક્ષેપ આવે પણ તેની દાઝ થાય ને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જે અમે તે અમારા વિના બીજું કાંઈ ન ઇચ્છે તો દેહ મૂકીને અમારા ધામમાં બહુ મોટા સુખને પામે છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply