Amdavad 7



અમદાવાદ : ૭

સંવત 1882ના ફાગણ વદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે દરવાજાના મેડા ઉપર વાસુદેવ માહાત્મ્ય વંચાવતા હતા. પછી ઊઠીને દરવાજા પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા સમે વિરાજમાન થયા હતા, અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ બાંધી હતી, ને તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા, ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા, ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત સુરવાલ પહેર્યો હતો, ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 7 || (227)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીને વિષે કેટલાકને ભગવાનપણાનો નિશ્ચય થયેલો તે ટળાવવા સારુ રામાનંદ સ્વામી શેષનારાયણમાં લીન થઈ ગયા એમ વાત કરીને પછી પોતાનો મહિમા કહ્યો છે, જે અમે નંદીશ્વર અને ગરુડની અસવારી કરીને ધામોમાં જતાં ગરુડ ઊડી શક્યો નહિ, તેને પડ્યો મૂકીને સર્વથી પર અમારા ધામમાં ગયા. ત્યાં પણ અમે જ પુરૂષોત્તમ છીએ; અમારા વિના કોઈ મોટો દીઠો જ નહિ ને સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયના કર્તા અમે જ છીએ અને અસંખ્યાત કૈલાસ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ને તેથી પર ભૂમિકાઓ આદિ સર્વ અમારે તેજે તેજાયમાન છે આવો મહિમા સમજીને અમારો નિશ્ચય કર્યો હોય તેને ડગમગાટ ન થાય. (1) અને અમારે શરણે જે આવ્યા છે ને આવશે ને અમને આવા સમજશે તે સર્વને ઉપર કહી ગયા જે કૈલાસથી આરંભીને ભૂમિકાઓ પર્યંત તે સર્વથી પર એવું અમારું અક્ષરધામ તેને પમાડીશું ને ઉત્પત્યાદિક કરે એવા સમર્થ કરીશું. તે સામર્થી અમારી કૃપાએ આવી છે એમ જાણવું. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply