Gadhada Madhya 63



ગઢડા મધ્ય : ૬૩

સંવત 1881ના માગશર વદિ 2 બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ ભાગવતનો પાઠ કરતા હતા, ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 63 || (196)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ અતિશે બળને પામ્યો હોય તો ઇંદ્રિયો-અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે એટલે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલવા દે નહિ અને તેને ભૂંડું સ્વપ્ન પણ આવે જ નહિ. (1) અને આત્મસત્તારૂપે રહેવાથી એવું બળ આવે છે. (2) અને અમારે ને અમારા સંતને વિષે પ્રીતિ ને સેવામાં અતિશે શ્રદ્ધા ને અમારી નવધા ભક્તિ તેણે કરીને જીવને તત્કાળ અતિશે બળ આવે છે; અને ઐશ્વર્યમાંથી રાગ ટાળીને કેવળ સત્તારૂપે રહેવું તે શ્રેષ્ઠ છે. (4) અને તેથી પણ અમારી ને અમારા ભક્તની દેહે કરીને સેવા કરવી તે શ્રેષ્ઠ છે. (5) અને જીવને અંતસમે અનંત પ્રકારની આધિવ્યાધિ થઈ આવે છે તે દુઃખ અમારું અથવા અમારા સંતનું દર્શન થાય ત્યારે નાશ પામે છે એવો અમારા ભક્તનો એટલે મુક્તનો મહિમા મોટો છે. અને પંચ વર્તમાને યુક્ત અમારા ભક્ત તેમને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ સમજવા. (6) અને અમારી ને અમારા ભક્તની સાથે આંટી પાડે તે તો પંચ મહા પાપીથી પણ વધુ પાપી છે. (7) અને અમારા ભક્તની એટલે મુક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી અને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. (8) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply