Sarangpur 7



સારંગપુર : ૭

સંવત 1877ના શ્રાવણ વદિ 11 એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 7 || (85)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે મનોમય ચક્ર તે મન છે. અને દશ ઇંદ્રિયો તે એની ધારા છે. (1) અને તે ધારા એકાંતિક સંતના સમાગમથી બૂઠી થાય છે. એવા સંત જ્યાં રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. (2) અને ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં જ દૃઢ મન કરીને રહેવું. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply