Loya 7



લોયા : ૭

સંવત 1877ના માગશર સુદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું, તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 7 || (115)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ભગવાન જાણ્યા વિના પ્રત્યક્ષ દેખે તેનું ને શાસ્ત્રે કરીને જાણે તે બેયનું કલ્યાણ સરખું છે. (1) અને અમે અનિરુદ્ધરૂપે ઉત્પત્તિ કરીએ છીએ તે અનિરુદ્ધને વિષે સ્થાવર ને જંગમ વિશ્વ સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણરૂપે સંહાર કરીએ છીએ ને પ્રદ્યુમ્નરૂપે સ્થિતિ કરીએ છીએ અને મચ્છાદિક અવતારોનું ધારણ કરીએ છીએ. (2) અને ઇંદ્રિયો, અંત:કરણ ને અનુભવ એ ત્રણ પ્રકારે કરીને જાણ્યામાં આવે એવાં ત્રણ પ્રકારનાં કાર્ય છે. તે તે કાર્યને અર્થે તેવા તેવા રૂપનું ધારણ કરીએ છીએ એવા અમે પ્રત્યક્ષ ભગવાન તે અમને ઇંદ્રિયો, અંત:કરણ ને અનુભવ એ ત્રણે કરીને જાણે ત્યારે તે પૂરો જ્ઞાની કહેવાય. અને એમાંથી એકેય ઓછું હોય તો તે જ્ઞાની ન કહેવાય ને તે જન્મ-મૃત્યુને ન તરે. (3) બીજામાં કૈવલ્યાર્થીનું આત્યંતિક કલ્યાણ ન થાય પણ તે અમારી ભક્તિનો અધિકારી થયો કહેવાય. (4) અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે વ્યાપ્ય ને વ્યાપક બેય પ્રકૃતિના આધાર છીએ. (5) અને વ્યાપ્ય અને વ્યાપક બેય પ્રકૃતિની સંકોચ ને વિકાસ અવસ્થા ભેળી અમારી એટલે અમારા અન્વય સ્વરૂપની સંકોચ-વિકાસ અવસ્થા છે. અને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે અમારું અન્વય સ્વરૂપ જે તેજ તેને વિષે છે અને પ્રત્યક્ષ પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમે સર્વેના આત્મા ને કારણ ને આધાર ને શરીરી છીએ. (6) અને જડ-ચૈતન્ય પ્રકૃતિ તે પોતાના કાર્ય સોતી અમારે વિષે એટલે અમારા તેજને વિષે રહી છે. અને એ સર્વેને વિષે અમે અંતર્યામીરૂપે કારણપણે રહ્યા છીએ એમ જાણે ને દેખે તે પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનું કલ્યાણ દેહ છતાં જ છે. (7) ત્રીજામાં એવી રીતે જાણે પણ દેખે નહિ તે પરિપૂર્ણ જ્ઞાની નથી અને જો નિ:સંદેહ આંટી રાખીને કૃતાર્થ માને તો તે પણ પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનો દેહાંતે મોક્ષ થાય છે. (8) અને બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે અતિ દુષ્ટ ને મહા પાપી છે તેનો નરકમાંથી છૂટકો થતો નથી. (9) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply