Kariyani 10



કારિયાણી: ૧૦

સંવત 1877ના કાર્તિક સુદિ 10 દશમીને દિવસ રાત્રિએ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડામાં વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ મોટેરા દશબાર તથા પાંચ છો હરિભક્ત બેઠા હતા, અને શ્રીજીને શરીરમાં તાવ જેવું જણાતું હતું, અને આગળ સગડી મેલીને તાપતા હતા.

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 10 || (106)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે તપે કરીને પોતાની પ્રસન્નતા કહી છે અને અમારી ઇચ્છાએ કષ્ટ આવે તેને ટાળવા ઇચ્છવું નહિ. (1) અને અમને એકને જ કર્તા જાણવા તે કલ્યાણનું પરમ કારણ છે. (2) અને અમને સર્વ કર્તા-હર્તા ન જાણે અને બીજા કાળ-કર્માદિકને કર્તા જાણે તે પંચ મહા પાપીથી વધુ પાપી, નાસ્તિક ને ચંડાળ છે, એની પાસે ઊભું ન રહેવું ને તેનું વચન પણ સાંભળવું નહિ. (3) અને અમારા ભક્ત અમારે પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા થાય અને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા પણ થાય પણ અમારા જેવો થાવાને કોઈ સમર્થ નથી. (4) એ સર્વે અમારા સેવક છે ને અમે એ સર્વેના સ્વામી છીએ. એવો ભાવ ટળી જાય અને અમને ને બીજા મૂળઅક્ષરાદિક અવતારોને સરખા મનાય એવા સંગનો તથા એવાં શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (5) બીજામાં અમને સર્વ કર્તા-હર્તા જાણવા અને તપ કરવું અને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમને ભજવા એ અમારો સિદ્ધાંત છે. (6) ત્રીજામાં એ સિદ્ધાંત આ લોક તથા પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે. (7) ચોથામાં જેને તપ-ત્યાગનો સાચો ઇશક હોય તે કોઈ અંતરાયનો રોક્યો રોકાય નહિ. (8) અને અમારા ભક્તને અમારા કરતાં વિશેષ ત્યાગ રાખવો. (9) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply