Gadhada Madhya 31



ગઢડા મધ્ય : ૩૧

સંવત 1880ના શ્રાવણ સુદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદીકા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા.

પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 31 || (164)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે સર્વે કારણના કારણ, અક્ષરાતીત ને પુરૂષોત્તમ વાસુદેવ છીએ અને પુરુષદ્વારાએ માયાને વિષે વીર્ય ધારણ કરીએ છીએ તે પુરુષથકી વૈરાજપુરુષ થાય છે. (1) અને વૈરાજપુરુષ તથા વ્યષ્ટિ જીવોના પ્રકાશક પુરુષરૂપે કરીને અમે છીએ. (2) અને એ વૈરાજપુરુષ આ વ્યષ્ટિ જીવની પેઠે બદ્ધ છે અને વૈરાજપુરુષ તથા જીવ તે જ્યારે અમારી ઉપાસના કરે ત્યારે માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય ને મોક્ષને પામે. (3) અને અમારું ઐશ્વર્ય પુરુષ દ્વારે વૈરાજમાં આવ્યું હોય ત્યારે એ વૈરાજપુરુષ થકી અવતાર કહ્યા છે. (4) બીજામાં જીવમાં ને વૈરાજમાં ભેદ છે અને વૈરાજમાં ને પુરુષમાં ભેદ છે તેમ પુરુષને વિષે ને અમારે વિષે તો એવો ઘણો ભેદ છે અને પુરુષ ઘણા છે અને એ ચાર ભેદ અનાદિ છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply