Gadhada Pratham 77



ગઢડા પ્રથમ : ૭૭

સંવત 1876ના દ્વિતીય જ્યેષ્ઠ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા, ને પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જ કરવા માંડ્યા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 77 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો આશરો ને નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ ને સાધુનાં બત્રીશ લક્ષણ આવે છે. (1) અને જે પંચ વર્તમાનને મૂકીને જ્ઞાન-ભક્તિનું બળ લે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર છે તેની વાત ન માનવી. (2) બીજામાં કાળે કરીને, અવસ્થાએ કરીને અંતસમે સારું-નરસું જણાય છે. (3) અને બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને તો અમારો ભક્ત જ દેહ મૂકે. (4) ને વિમુખ સારી રીતે દેહ મૂકે તો ય નરકે જાય ને અમારો ભક્ત શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે, તો પણ કલ્યાણ જ થાય. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply