Gadhada Pratham 70



ગઢડા પ્રથમ : ૭૦

સંવત 1876ના ચૈત્ર સુદિ 15 પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુળસીની માળા લઈને ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા મોટા પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકેભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે જસકાવાળે જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 70 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કુસંગીના તથા સંતના શબ્દરૂપી લશ્કર આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તેમાં કુસંગીના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થઈ આવે છે અને સંતના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થાતી નથી. (1) બીજામાં બહારના કુસંગીનો સંગ ન રાખે ને બહારના સંતનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય છે. (2) ત્રીજામાં સંકલ્પનો હઠાવ્યો હઠે નહિ ને સાધુનો સંગ રાખે તેનું અમે પૂરું કરશું. (3) ચોથામાં બીજી સર્વે ઇચ્છાનો ત્યાગ કરીને પોતાના કલ્યાણને જ અર્થે સત્સંગ કરે તો અમારો અડગ નિશ્ચય થાય છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply