Loya 1



અથ વચનામૃત લોયા પ્રકરણમ્

લોયા : ૧

સંવત 1877ના કાર્તિક વદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે,

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે,

પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (109)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧૦) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, શાંત મૂર્તિ એવા જે અમે તે અમારા ઉપાસકોએ રજોગુણી-તમોગુણી દેવમાં હેત ન કરવું ને ક્રોધી મનુષ્ય તથા દેવતા તે અમને ગમતા નથી. (1) બીજામાં થોડોક ક્રોધ પણ દુ:ખદાયી છે. (2) ત્રીજામાં આત્મનિષ્ઠા, બ્રહ્મચર્યાદિક પંચ વર્તમાન અને અમારો મહિમા એ ત્રણ અતિશે દૃઢ થાય તો કામનું મૂળ ઊખડી જાય અને અતિશે કામનું મૂળ ઊખડ્યાનો ઉપાય તો અમારો સારી પેઠે મહિમા સમજવો તે જ છે. (3) ચોથામાં ત્યાગીના ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. (4) પાંચમામાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જ્ઞાનનાં લક્ષણ કહ્યાં છે. (5) છઠ્ઠામાં અમારો નિશ્ચય હોય પણ કામાદિક વિકાર ન ટળ્યા હોય તો કૃતાર્થપણું મનાય નહિ. (6) સાતમામાં ઇંદ્રિયોને તપે કરીને દમે અને અંત:કરણને વિચારે કરીને દમે તો વિકાર નાશ પામે ને કૃતાર્થપણું મનાય. (7) આઠમામાં આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને પંચ વર્તમાન પાળે અને અમારી સ્વામીસેવકપણે દૃઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને અતિશે અસંગી ને અતિશે નિર્વિકાર ને સર્વેના સ્વામી ને સર્વના કર્તાહર્તા સમજે અને અમારી નવધા ભક્તિ કરે તથા અમારા ભક્તની સેવા કરે તેનો સંપૂર્ણ સત્સંગ કહેવાય. (8) નવમામાં દેહાભિમાનીથી સંતની શિખામણ ગ્રહણ ન થાય ને સામો અવગુણ લે ને વિમુખ થાય. (9) દશમામાં અતિ દીન થઈને તે સંતને પ્રસન્ન કરે તો અવગુણ આવ્યો હોય તે ટળી જાય છે. (10) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply