Gadhada Pratham 34



ગઢડા પ્રથમ : ૩૪

સંવત 1876ના પોષ વદિ 11 એકાદશીને દિવસ સવારમાં શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ફૂલના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા, ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 34 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં સ્ત્રી-પુરુષને તથા સ્ત્રીથી ઊપજેલી પ્રજાને પરસ્પર હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. (1) અને જે અમારા સ્વરૂપથી એટલે અમારી મૂર્તિથી જુદા પડે તે માયિક પદાર્થમાં તણાઈ જાય છે. (2) બીજામાં ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો અને ગૃહસ્થને પરસ્ત્રીનો ત્યાગ રાખવો તેમાં ફેર પડે તો ક્લેશ થાય છે અને અમારી આજ્ઞા પાળે તો સુખ થાય છે. (3) અને વિમુખને કર્મ પ્રમાણે સુખ-દુ:ખ આવે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply