Gadhada Pratham 17

[raw]

ગઢડા પ્રથમ : ૧૭

સંવત 1876ના માગશર વદિ 5 પંચમીને દિવસે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળી પાઘ બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો, અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 17 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાનાં સાધનમાંથી બીજાને મોળા પાડે તે કુસંગી તથા નપુંસક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



2 thoughts on “Gadhada Pratham 17

  1. લોયા-૬
    શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
    (પ્ર.૫) કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે ના’વા જાવું નહિ ને પાસે પથારી કરવી નહિ ને તેની વાત પણ ન સાંભળવી? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે શું, એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.

    ગઢડા છેલ્લું ૩૨
    અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે; અધમ-ઉદ્ધારણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે માહાત્મ્યની ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.

  2. જેતલપુર – ૫
    …સત્સંગીને સુખદુ:ખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે ને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો ય પણ એ દરિદ્રી જેવો કેમ રહે છે? તો એનું તો એમ છે જે એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વ ક્રિયાને વિષે બરકત થાતી નથી.
    …કોઈએ ઉગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તો ય પણ રક્ષા કરશું, જો અમારા આ સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુ:ખ પામશો તેમાં અમારે લેણા દેણા નથી.

Leave a Reply