Gadhada Madhya 47



ગઢડા મધ્ય : ૪૭

સંવત 1880ના મહા વદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 47 || (180)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા અને મુમુક્ષુઓએ સત્પુરુષ દુઃખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહિ. (1) ને આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જાવાની વાસના રાખવી. (2) અને અશુભ વાસના રહી જાય ને ઇંદ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનો નિશ્ચય રાખવો. (3) અને ગૃહસ્થોએ અન્ન-વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતેચીતે કરીને સેવા કરવી. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply