Gadhada Madhya 28



ગઢડા મધ્ય : ૨૮

સંવત 1879ના ફાગણ સુદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 28 || (161)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે દયાળુ છીએ, પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે. (1) અને રાજી થયાનો ને કુરાજી થયાનો તપાસ કરીને રાજી કુરાજી થઈએ છીએ. (2) અને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટપ શોભે નહિ. (3) અને અમારા ભક્તની સેવાથી રૂડું થાય છે ને દ્રોહથી ભૂંડું થાય છે ને અમારા ભક્તની સેવા કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને દ્રોહ કરે તે ઉપર કુરાજી થઈએ છીએ. (4) અને જેના ઉપર અમારો રાજીપો હોય તે ર્મત્યલોકમાં છે તો પણ અમારા ધામમાં જ છે અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply