Gadhada Madhya 1



અથ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણમ્

ગઢડા મધ્ય : ૧

સંવત 1877ના જેષ્ઠ સુદિ 15 પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળી પાઘ બાંધી હતી, અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને પોતાની આગળ પરમહંસ ઝાંઝ-મૃદંગ લેઈને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (134)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (1) છે. તેમાં વિષયની આસક્તિએ ને દયાએ કરીને સમાધિમાંથી પાછું અવાય છે. (1) અને રમણિક વિષયમાં આસક્તિ એ મોહ થવાનો હેતુ છે, તેને સંત, ગુરુ તથા ઇષ્ટદેવ પાછો વાળે તો દ્રોહ કરે પણ વળે નહિ. (2) અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને અમારું માહાત્મ્ય જાણવાથી મોહ ટળે ત્યારે સિદ્ધદશા આવી જાણવી ને કૃતાર્થ માનવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply