Gadhada Madhya 17



ગઢડા મધ્ય : ૧૭

સંવત 1878ના આસો વદિ 11 એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાની આગળ મશાલ બે બળતી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને કીર્તન ગવાતાં હતાં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન ગાવાં રહેવા દો, પ્રશ્ન-ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 17 || (150)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સાંખ્યમત કહેવા પૂર્વક પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે, અમે સર્વને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ પણ આકાશની પેઠે નિર્લેપ છીએ. (1) બીજામાં અમને તત્વે સહિત અને રહિત સમજનાર પાપી છે અને અમારે વિષે ભાગ-ત્યાગ નથી ને અનંત બ્રહ્માંડના આત્મા છીએ અને અમારા સ્વરૂપને વિષે ઉત્થાને રહિત ભક્ત નિર્વિકલ્પ સમાધિવાળો ને સ્થિતપ્રજ્ઞ છે એને અમે સર્વ પાપ થકી મુકાવીએ છીએ. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને મુકાવ્યા તેમ. અને જેમ સંસારિક સ્વાર્થવાળા સંબંધીનો અવગુણ લેતા નથી, તેમ અમારા થકી અભયપદ રૂપી સ્વાર્થ જાણ્યો હોય તેને અમારો અવગુણ આવે નહિ, જેમ શુકજી આદિકને ન આવ્યો તેમ. અને જેને અમારો અચળ આશ્રય હોય તેની મતિ ભ્રમે નહિ ને અમારા દૃઢ ભક્તને ઓળખે ને પરસ્પર માહાત્મ્ય જાણે, જેમ ઉદ્ધવજી તથા ગોપીઓએ જાણ્યું તેમ. અને મૂળઅક્ષરાદિક સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છીએ તો પણ નિર્વિકાર છીએ અને આત્મનિષ્ઠને વિકાર નથી અડતો તો પુરૂષોત્તમ એવા જે અમે તે અમને તો અડે જ કેમ? એમ સમજનાર ભક્તને સ્થિતપ્રજ્ઞ જાણવો અને આત્માને વિષે સ્થિતિવાળો સ્થિતપ્રજ્ઞ કહેવાય, તેમ અમારા યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં સંશય ન કરે તેને અમારે વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply