Jetalpur 3



જેતલપુર : ૩

સંવત 1882ના ચૈત્ર સુદિ 4 ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોરને સમીપે જે ફૂલવાડી તેને વિષે સવારમાં વે'લા પધારીને વાડીને વચમાં મોટું બોરસડીનું વૃક્ષ તેની હેઠે ચોતરા ઉપર ગાદી-તકિયે સહિત જે ઢોલિયો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચંપાના તથા બોરસડીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા, ને બે શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને બે હસ્તકમળ વિષે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ ઘડીકવાર સુધી વિચારીને એમ બોલ્યા જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (232)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દુષ્ટ વાસના રાખે તે સુખી ન થાય. (1) બીજામાં વર્તમાન બહાર સંકલ્પ થાય તથા અમારા ભક્તને વિષે અભાવનો સંકલ્પ થાય ત્યારે અમારું નરનારાયણ-સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ વારંવાર કરે, ને માહાત્મ્યે ને ધર્મે સહિત અમારી નવધા ભક્તિ કરે તેના હૃદયમાં વાસ કરીને વિષયની આસક્તિનો નાશ કરી નાખીએ. (2) અને પંચ વર્તમાન પાળે ને પોતાને આત્મારૂપ માને અને અમારાં ચરિત્ર દિવ્ય જાણે ને અમારો નિશ્ચય હોય ને અમારા ગમતામાં વર્તે, ને માન-કામાદિકનો ત્યાગ કરીને અમારી ભક્તિ કરે, ને અખંડ સ્મૃતિએ સહિત અમારું ભજન કરે તેને અમારા પ્રગટ દર્શન તુલ્ય સુખ આવે. (3) અને જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને અમારા સ્વરૂપની દૃઢતા જ્ઞાને યુક્ત સાક્ષાત્કાર કરે તે સત્સંગમાં મોટો છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply