Gadhada Chhellu 37



ગઢડા છેલ્લું : ૩૭

સંવત 1885ના વૈશાખ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદેબાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 37 || (271)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા જેવો બીજા કોઈનો આકાર નથી, ને અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી, અને અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે, તો પણ તે પુરુષ છે અને અમે પુરૂષોત્તમ છીએ ને એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ ને એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી, એવા દિવ્ય મૂર્તિ નિર્ગુણ ને ધ્યેય છીએ અને અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે અને અમારા ધામને વિષે એક દેશને વિષે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મફળપ્રદાતાપણે અંતર્યામીરૂપે રહ્યા છીએ. અને જેવા અક્ષરધામમાં છીએ તેવા આંહીં દેખાઈએ છીએ ને સર્વે જીવોના જીવન છીએ અને સિદ્ધેશ્વર છીએ અને અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વીસરી જાય નહિ ને તેના જીવનું સારું થાય. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply