Gadhada Chhellu 34

[raw]

ગઢડા છેલ્લું : ૩૪

સંવત 1885ના ચૈત્ર સુદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 34 || (268)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા વિના બીજેથી વાસના ટાળીને એક અમારે વિષે વાસના થયાનાં સાધન તો અમારે વિષે પ્રીતિ ને જ્ઞાને સહિત વૈરાગ્ય છે અને અમારો નિશ્ચય ને વિશ્વાસ હોય ને પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ તથા અમારી નવ પ્રકારની ભક્તિ સંબંધી નિયમમાં સાવધાન થકો વર્તે તો અમારા સંબંધી વાસના વૃદ્ધિ પામતી જાય. (1) બીજામાં જીવને અમારા સન્મુખ કરવા ને તેમને અમારી આજ્ઞા પળાવવા માટે તેના ઉપર ક્રોધ કરવો તે ઠીક છે, અને મોટા સાધુ સાથે હેત હોય ને પોતાના કલ્યાણનો સ્વાર્થ માન્યો હોય તો ક્રોધ જાય છે, અને તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તેને સાધુનું માહાત્મ્ય સમજાણું નથી અને બુદ્ધિમાન તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ સાધુપણાની નથી. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply