Gadhada Chhellu 2



ગઢડા છેલ્લું : ૨

સંવત 1882ના જ્યેષ્ઠ સુદિ 6 છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (236)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તે અંગ સદા રહે છે અને અયોગ્ય પદાર્થના સંકલ્પે કરીને દાઝ ન થાય તેને સત્સંગ પ્રધાન રહે નહિ અને સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે, માટે સત્પુરુષને યોગે પણ જેમ છે તેમ ન સમજે તે અતિશે મંદ બુદ્ધિવાળો છે. (1) અને સર્વે ધામોની સભાથી આ સત્સંગીની સભા અધિક છે ને આ સત્સંગ બ્રહ્માદિકને પણ દુર્લભ છે, ને જેવી પરોક્ષ એટલે અક્ષરધામમાં અમે દિવ્ય સ્વરૂપે વિરાજમાન છીએ તેમાં પ્રતીતિ એટલે દિવ્યભાવનો દૃઢ વિશ્વાસ છે તેવો જ આ પ્રત્યક્ષ મનુષ્યરૂપે દેખાતા જે અમે તેમાં દિવ્યભાવ નથી આવતો, ને આ મૂર્તિ ને અક્ષરધામમાં મૂર્તિ તે એક જ છે એમ સમજાતું નથી, એ જ અમારા વિના બીજે હેત રહેવાનું કારણ છે, અને જો પરોક્ષના જેવી જ પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply