Gadhada Chhellu 14



ગઢડા છેલ્લું : ૧૪

સંવત 1884ના અષાડ વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને મસ્તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ.

પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે,

પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે,

પછી શુકમુનિએ પૂછ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નાજે જોગીએ પૂછ્યું જે,

પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 14 || (248)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય તેને અમારે વિષે પ્રીતિ ન થાય. (1) બીજામાં અતિશે ભૂંડા દેશકાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર અસારને જાણે તો પણ અમારે વિષે પ્રીતિ ન થાય. (2) અને અતિશે પવિત્ર દેશાદિક ને અતિશે સુકૃત કર્મ થાય તો એ પાપ કર્મનો નાશ થઈ જાય. (3) ત્રીજામાં આસુરીને ઝાઝી બુદ્ધિ હોય પણ તે વિમુખ થાય ને દૈવીને થોડી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ થાય નહિ. (4) ચોથામાં દૈવીના દોષ સારા દેશાદિકને યોગે નાશ થાય ને આસુરીના ન થાય ને એનું ગમતું મરડીએ તો દ્રોહ કરે. (5) પાંચમામાં આસુરી જીવનું ગમતું રાખીએ એવામાં દેહ પડી જાય તો પરમપદને પામે. (6) છઠ્ઠામાં નવધામાં જે ભક્તિએ અમારે વિષે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. (7) સાતમામાં બાળ તથા યૌવન અવસ્થાવાળાએ વયોવૃદ્ધ ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને અમારે વિષે દૃઢ પ્રીતિવાન હોય એવા પુરુષનો સંગ કરવો. (8) આઠમામાં હેતે કરીને અમારે વિષે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે. (9) નવામામાં પ્રથમ અમારે વિષે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. (10) દશમામાં વિશ્વાસી શ્રેષ્ઠ છે. (11) અગિયારમામાં મંદવાડમાં ચાકરી ન થઈ હોય ને વગર વાંકે અમે ને સંત અપમાન કરીએ તો પણ અવગુણ ન લે, અને નિયમમાં લેશમાત્ર ફેર પડે તો તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે ને ખોટો ઘાટ થાય તો વર્તમાનમાં ફેર પડ્યા જેટલો ત્રાસ પામે ત્યારે તેનો અમને ને સંતને વિશ્વાસ આવે. (12) બારમામાં દેહે કરીને સર્વેને પગે લાગે ને માંદાની સેવા કરે ને વહાલી વસ્તુ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં અમારું ને સંતનું માહાત્મ્ય રહે. (13) તેરમામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અતિ તીવ્ર વર્તતા હોય એવા અતિશે મોટાને વ્યાવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. (14) બાબતો છે.

પ્ર.૧ બીજા પ્રશ્નમાં અતિશે ભૂંડાં કર્મ કહ્યાં તે કિયાં જાણવાં? અને ત્રીજી બાબતમાં અતિશે સુકૃત કર્મ કહ્યાં તે કિયાં જાણવાં?

ઉ.૧ મદ્ય, માંસ, લસણ, ડુંગળી, હિંગ આદિક અભક્ષ વસ્તુનું ભક્ષણ કરવું તથા ચોરી, હિંસા, વ્યભિચારાદિક કર્મ કરવાં, ન જોવાનું જોવું, ન બોલવાનું બોલવું ઇત્યાદિક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ આચરણ થાય તે ભૂંડાં કર્મ જાણવા અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, ધ્યાન-ભજન સત્પુરુષની સેવા, બ્રહ્મચર્ય, અહિંસા, એ આદિક શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે શુભકર્મ જાણવાં. આવાં અતિશે શુભકર્મે કરીને અતિશે ભૂંડાં પાપ કર્મનો નાશ થઈ જાય એમ કહ્યું છે.

પ્ર.૨ (8/9 આઠમા પ્રશ્નમાં) સ્નેહે કરીને મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું તે સ્નેહે કરીને તો શ્રીજીમહારાજને વિષે મન જોડાય, પણ ક્રોધ ને ભયે કરીને કેવી રીતે જોડાતું હશે?

ઉ.૨ જ્યારે ભગવાન મનુષ્યરૂપે પૃથ્વીને વિષે વિચરતા હોય ત્યારે ભગવાનને વિષે જેને દ્વેષભાવે કરીને અતિશે વૈરબુદ્ધિ થઈ હોય તેને અખંડ ભગવાનમાં વૈરભાવે કરીને વૃત્તિ રહે તે ક્રોધે કરીને મન જોડાણું કહેવાય. અને જેને જન્મ-મરણ, ગર્ભવાસ, ચોરાશી ને યમયાતનાની બીક હોય તેને ભગવાનની સ્મૃતિ અખંડ રહે તે ભયે કરીને મન જોડાણું કહેવાય.

પ્ર.૩ (13/14 તેરમા પ્રશ્નમાં) કહ્યું તે ધર્મમાં સંકરપણું કેવી રીતે થાતું હશે અને વૈરાગ્યમાં રાગ શો રહેતો હશે અને ભક્તિમાં શિથિલપણું શું થાતું હશે? અને જ્ઞાનમાં દેહાસક્તિ શી રીતે રહેતી હશે?

ઉ.૩ ત્યાગીએ જ્ઞાન ઉપદેશ કરીને ઘણા માણસોને ભગવાન ભજાવીને નિર્વાસનિક કરીને તેમના કલ્યાણ કરવાં, અને લીલા તૃણને પણ તોડવું નહિ એવો ધર્મ છે, તો પણ મંદિરો સંબંધી ક્રિયામાં તૃણાદિકના છેદનરૂપી અહિંસા ધર્મમાં કસર દેખવામાં આવે, અને અતિ તીવ્ર વૈરાગ્ય હોય પણ કોઈક ભક્તને રાજી કરવા સારુ સારી વસ્તુ આપે તે જમે એમ વૈરાગ્યમાં પણ રાગ દેખવામાં આવે અને શ્રીજીમહારાજને વિષે અતિશે સ્નેહે કરીને જોડાઈ રહ્યા હોય તેથી ઉપરથી દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું ન જણાય તેણે કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે પ્રીતિમાં શિથિલપણું બીજાને દેખવામાં આવે તે (સા. 15/2માં) જેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને પ્રીતિ હોય તેને ઉપરથી તો અમારા દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું જણાતું નથી, પણ એની પ્રીતિનાં મૂળ ઊંડા છે માટે તે ભક્ત શ્રેષ્ઠ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે ઉપરથી દર્શનાદિકની આતુરતા ન જણાય તેણે કરીને બીજાને દેખવામાં શિથિલપણું આવે, પણ એમને વિષે કસર ન હોય, અને જ્ઞાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિષે સાક્ષાત્કાર હોય ને દેહને ખોટો કરી નાખ્યો હોય, તો પણ બીજાના કલ્યાણને અર્થે તેને પોતાના દેહની સેવા કરવા દે ત્યારે બીજાના દેખવામાં દેહાસક્તિ આવે પણ પોતાને દેહમાં આસક્તિ ન હોય આવા મોટા મુક્ત હોય તે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા હોય ને મૂર્તિમાં રહ્યા થકા બાહ્ય દૃષ્ટિ રાખીને જ્ઞાન ઉપદેશ કરીને તથા સેવા અંગીકાર કરીને ને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરાવીને જડભરત, શુકજી જેવા એટલે પોતાના જેવા મુક્ત કરી મૂકે.

|| -------x------- ||



Leave a Reply