Gadhada Chhellu 11



ગઢડા છેલ્લું : ૧૧

સંવત 1884ના અષાડ સુદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન પૂછીએ જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પૂછ્યું જે,

પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 11 || (245)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વૈરાગ્ય, સ્વધર્મ તપ ને નિયમે કરીને ઇંદ્રિયો જિતાય છે ને માહાત્મ્યે સહિત ભક્તિએ અંતઃકરણ જિતાય છે. (1) બીજામાં અમારે વિષે ને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તેને નિર્વિકલ્પ સમાધિના જેવી શાન્તિ રહે છે. (2) ત્રીજામાં એવી આત્મબુદ્ધિ હોય તેને દેશકાળાદિકનું વિઘ્ન ન લાગે, ને અમારાથી ને અમારા સંતથી વિમુખ ન થાય. (3) ચોથામાં ધર્મ ને વૈરાગ્ય સામાન્ય હોય પણ અમારો ને અમારા ભક્તનો અવગુણ ન લે તેનો સંગ કરવો, ને અવગુણ લેતો હોય ને ધર્મ ને વૈરાગ્ય આકરા હોય તો પણ તેનો સંગ કરવો નહિ. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply